નીતિઓ અને યોજનાઓ નીતિઓ અને યોજનાઓ

સર્વગ્રાહી કૃષિ વ્ય​વસાય નીતિ (૨૦૧૬-૨૧)

વિષય ડાઉનલોડ
For Any Inquiry/Compliances regarding Comprehensive Agro Business Policy & Chief Minister Mission on Food Processing, please contact GAIC Office, Gandhinagar on every Monday Between 3.00 PM to 6.00 PM Only. If, Monday is holiday, you may contacts on next working day.
સર્વગ્રાહી કૃષિ વ્યવસાય માર્ગદર્શિકા (૨૦૧૬-૨૧)
PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (980 KB)
સર્વગ્રાહી કૃષિ વ્ય​વસાય નીતિ (૨૦૧૬-૨૧) PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (2.37 MB)
સર્વગ્રાહી કૃષિ વ્ય​વસાય નીતિ (૨૦૧૬-૨૧) - જીઆર PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (60 KB)
Tentative Guidelines for applications under "Comprehensive Agro Business Policy 2016-21 and Chief Minister’s Mission on Food Processing (CMMFP)” PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (485 KB)
ચીફ મિનિસ્ટર મિશન ઓન ફુડ પ્રોસેસિંગ - જી.આર​. PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (2.86 MB)

કૃષિ વ્યવસાય નીતિ ૨૦૧૬ ના મુખ્ય ઉદ્દેશ્યો

 • કૃષિ ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધારવું
 • કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા
 • ખેડૂતોની આવકમાં વધારો કરવો
 • ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ વ્યવસાય થકી રોજગારીની વધુ તકો ઊભી કરવી
 • કૃષિ વ્યવસાય ક્ષેત્રમાં કૌશલ્યની શ્રેષ્ઠ તાલીમ આપવી
 • પ્રોસેસિંગમાં વધારો કરવો અને બગાડ ઘટાડવો
 • કૃષિ પેદાશોના ઉચ્ચ માપદંડો જાળવીને તેમની નિકાસમાં વધારો કરવો
 • ફૂડ સિક્યોરીટી અને ન્યુટ્રીશનલ સિક્યોરીટીને સૌથી વધુ પ્રાધાન્યતા આપવી
 • કૃષિ ક્ષેત્રે પર્યાવરણની જાળવણી થાય તેવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું
 • કૃષિ વ્યવસાયોમાં યુવાનો અને મહિલાઓને અગ્રીમતક આપવી

નવી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિથી લાભ પામનાર એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની ઝલક

Agro Food Process

કૃષિ વ્યવસાય નીતિ ૨૦૧૬ અંતર્ગત કૃષિ ઉદ્યોગો માટે મુખ્ય પ્રોત્સાહનો

એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને મૂડીરોકાણ પર મળશે સબસિડી

 • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને યુનિટ સ્થાપવા/વિસ્તરણ કરવા/કામગીરીમાં વૈવિધ્ય લાવવા/આધુનિકીકરણ કરવા માટે પ્રોજેક્ટના ખર્ચના 25% જેટલી સબસિડી મળશે. (મહત્તમ રૂ. 50 લાખ)
 • કોલ્ડ ચેઈન, ફૂડ ઈરેડિયેશન પ્લાન્ટ, પેક હાઉસ, ફુડ પાર્ક વિ. ને પ્રોજેક્ટ ખર્ચના 25% સબસિડી મળશે. (મહત્તમ રૂ. 500 લાખ)
 • ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક પ્રોસેસિંગ સેન્ટર / કલેક્શન સેન્ટરના નિર્માણ માટે પ્રોજેક્ટ ખર્ચના 25% સબસિડી મળશે. (મહત્તમ રૂ. 250 લાખ)
 • રીફરવાન માટે માન્ય પ્રોજેક્ટ કિંમતના ૨૫% મુડી સબસીડી મહત્તમ મર્યાદા રૂ. ૫૦.૦૦ લાખ સુધી મળશે.

એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને ટર્મ લોન પર મળશે બેક-એન્ડેડ વ્યાજ સહાય

 • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરવા/વિસ્તરણ કરવા/કામગીરીમાં વૈવિધ્ય લાવવા/આધુનિકીકરણ કરવા માટેની ટર્મ લોન ઉપર 7.5% લેખે વ્યાજ સહાય મળશે. (પાંચ વર્ષના ગાળા માટે મહત્તમ રૂ. 150 લાખ સુધીની મર્યાદામાં)
 • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જેવા કે, કન્ટ્રોલ્ડ એટ્મોસ્ફીયર કોલ્ડ સ્ટોરેજ, ફૂડ ઈરેડિયેશન પ્લાન્ટ, સાઈલોઝ, પેક હાઉસ, ફૂડ પાર્ક, રીફર વાન વગેરેની સ્થાપના માટેની ટર્મ લોન ઉપર 7.5% લેખે વ્યાજ સહાય મળશે. (પાંચ વર્ષના ગાળા માટે મહત્તમ રૂ. 400 લાખ સુધીની મર્યાદામાં)

  ખાસ વર્ગો માટે વધારાની સહાય (શરતોને આધીન)

  • અનુસૂચિત જાતિ-જનજાતિ, ‘દિવ્યાંગ’ નાગરિકો અને મહિલા ઉદ્યોગસાહસિકોને વધારાની 1% વ્યાજ સહાય મળશે.
  • 35 વર્ષથી નાની ઉંમરના યુવા ઉદ્યોગસાહસિકોને વધારાની 1% વ્યાજ સહાય મળશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો(MSME)ને મળશે નૂર સબસિડી

 • આજના આધુનિક સમયમાં વૈશ્વિકરણનો મહત્તમ લાભ ગુજરાતના ખેડૂતોને મળે તે માટે કૃષિ પેદાશો અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ બાબતને ધ્યાને લઈને ‘કૃષિ વ્યવસાય નીતિ-2016’ અંતર્ગત કાનૂની દરજ્જો પ્રાપ્ત વ્યક્તિ, વ્યક્તિસમૂહ કે સંસ્થાઓ(લીગલ એન્ટીટી)ને હવાઈ નૂર અને દરિયાઈ નૂરમાં સબસિડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

  હવાઈ નૂરમાં સબસિડી

  • આ અંતર્ગત, ઉદ્યોગ સાહસિક દ્વારા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો કોમ્પ્લેક્સથી તાજી કે પ્રોસેસ કરેલ બાગાયતી પેદાશો, દૂધની બનાવટો, પોલ્ટ્રી કે મત્સ્ય પેદાશોની નિકાસ પર ચૂકવેલ હવાઈ નૂર પર 25% સહાય મળશે (પ્રત્યેક યુનિટને પ્રતિ વર્ષ મહત્તમ રૂ. 10 લાખની મર્યાદામાં)
  • ઓર્ગેનિક પેદાશોની નિકાસ પર ચૂકવેલ હવાઈ નૂર પર 40% સહાય મળશે (પ્રત્યેક યુનિટને પ્રતિ વર્ષ મહત્તમ રૂ. 15 લાખની મર્યાદામાં)

  દરિયાઈ નૂરમાં સબસિડી

  • આ અંતર્ગત, એકમ દ્વારા ગુજરાત રાજ્યના કાર્ગો કોમ્પ્લેક્સથી તાજી બાગાયતી પેદાશોની નિકાસ કરવામાં આવી હોય તો તેની ઉપર ચૂકવેલ દરિયાઈ નૂર પર ૨૫% સબસિડી.(મહત્તમ રૂા. ૧૦ લાખ પ્રતિ વર્ષની મર્યાદામાં)
  • તાજી બાગાયતી પેદાશોની નિકાસ પર ચૂકવેલ દરિયાઈ નૂર પર 25% સહાય મળશે (પ્રત્યેક યુનિટને પ્રતિ વર્ષ મહત્તમ રૂ. 10 લાખની મર્યાદામાં).
  • તાજી ઓર્ગેનિક બાગાયતી પેદાશોની નિકાસ પર ચૂકવેલ દરિયાઈ નૂર પર 40% સહાય મળશે (પ્રત્યેક યુનિટને પ્રતિ વર્ષ મહત્તમ રૂ. 15 લાખની મર્યાદામાં).
  • આ સબસિડી યુનિટ દીઠ મહત્તમ પાંચ વર્ષ સુધી મળશે.

  સેમ્પલ ચકાસણી

  • ખાદ્ય કૃષિ પેદાશોની નિકાસ માટે જો સેમ્પલ વિદેશ મોકલવાની જરૂર હોય અને સેમ્પલને પાસ કરાવવામાં ખર્ચ થયો હોય તો થયેલ કાનૂની ખર્ચ (મુસાફરી વગેરેનાં ખર્ચ સિવાય)ના 25% સહાય મળશે. આ સહાય, વાર્ષિક પૂા. ૨ લાખની મર્યાદામાં અને ૫ વર્ષમાં રૂા.૫ લાખની મર્યાદામાં.

‘ક્વોલિટી સર્ટિફિકેશન માર્ક’ માટે મળશે સહાય

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને નિકાસ માટે ક્વોલિટી સર્ટિફિકેશન માર્ક લેવો જરૂરી હોય છે.

  આ માટે ISO/ HACCP/ FSSAI / FPO માર્ક / ઈન્ડિયા ઓર્ગેનિક સર્ટિફિકેશન માર્ક/એગમાર્ક જેવી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય સંસ્થાઓ પાસેથી સર્ટિફિકેશન માર્ક મેળવવા માટે થયેલ ખર્ચ પર 50% સહાય (મહત્તમ રૂ. 5 લાખ) મળશે.

  આવા સર્ટિફિકેશન માર્ક માટેની માન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને ચૂકવેલી ફી ના 50% સહાય તથા આ પ્રમાણપત્ર માટે જરૂરી પરીક્ષણ કરવા માટેના સાધનો અને મશીનરી માટેના ખર્ચના 50% સહાય મળશે. (બંને મળીને રૂ. 10 લાખ સુધીની મહત્તમ સહાય)

કૌશલ્ય વર્ધન માટે મળશે નાણાકીય સહાય

કૃષિ અને ફૂડ પ્રોસેસિંગના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના એકમો અથવા એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓના કૌશલ્યવર્ધન માટે સરકારી કે ખાનગી માન્ય સંસ્થાઓ દ્વારા તાલીમ આપવામાં આવે તો કર્મચારી દીઠ તાલીમ ફી ના 50% (પ્રતિ કર્મચારી મહત્તમ રૂ. 10,000)ની સહાય મળશે. આ અંતર્ગત પ્રત્યેક યુનિટને પ્રતિ વર્ષ મહત્તમ રૂ. 50,000 ની સહાય ત્રણ વર્ષ સુધી મળશે.

વેટ અને સેલ્સ ટેક્સમાં મળશે છૂટ

ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સની કલમ-13 હેઠળ માન્ય કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દ્વારા તેમની આઉટપુટ ટેક્સ લાયેબિલિટી સામે જે કુલ ટેક્સ ચૂકવવામાં આવ્યો હોય તેનું રિએમ્બર્સમેન્ટ (વળતર) ના 70% ની મહત્તમ મર્યાદામાં ૫ વર્ષ સુધી શરતોને આધીન આપવામાં આવશે.

વીજદર અને વીજ ડ્યુટીમાં પ્રોત્સાહન

 • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને તેઓ વાણિજ્યિક ઉત્પાદન/કામગીરી શરૂ કરે ત્યારથી લઈને પાંચ વર્ષ સુધી પ્રોત્સાહન રૂપે વીજ બિલમાં યુનિટ દીઠ રૂ. 1 ની સબસિડી વળતર સ્વરૂપે શરતોને આધીન રહીને આપવામાં આવશે.
 • વીજ દરમાં સબસિડીની સાથે-સાથે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પાંચ વર્ષ સુધી વીજ ડ્યુટીમાં 100% વળતર શરતોને આધીન રહીને આપવામાં આવશે.

નોંધણી/સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ

 • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને જમીનના વેચાણ/લીઝ/ટ્રાન્સફર પર ચૂકવેલ સ્ટેમ્પ ડ્યુટી/રજિસ્ટ્રેશન ફી/કન્વર્ઝન ફી પર 50% વળતર મળવાપાત્ર રહેશે.
 • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્થાપવા માટે ચૂકવેલ સ્ટેમ્પ ડ્યુટી/રજિસ્ટ્રેશન ફી/કન્વર્ઝન ફી માં 100% વળતર મળવાપાત્ર રહેશે.

કૃષિ વ્યવસાય નીતિ ૨૦૧૬ ની જોગવાઈઓનો મહત્તમ લાભ મળે તે માટેનો વ્યૂહ

કૃષિ વ્યવસાય નીતિ-2016 અંતર્ગત કૃષિ ઉદ્યોગોને આપવામાં આવેલા પ્રોત્સાહનોનો મહત્તમ લાભ મળે અને નીતિના ઉદ્દેશ્યો સાકાર થાય તે માટે એક સુયોજિત વ્યૂહ ઘડવામાં આવ્યો છે.

 • ક્લસ્ટર આધારિત વિકાસ અને વેલ્યુ ચેઈનને સુદ્રઢ બનાવવાના પ્રયાસો
  ગુજરાતના જુદા-જુદા પ્રદેશોમાં અમુક ચોક્કસ પાકોનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. આવા ‘એગ્રી ક્લસ્ટર્સ’ને ઓળખીને તેમાં ખેતરથી લઈને બજાર સુધીની વેલ્યુ ચેઈન સુદ્રઢ બનાવવામાં આવશે. આ દરેક એગ્રી ક્લસ્ટરને વિકાસ માટે જરૂરી કૃષિ લક્ષી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં સહકાર આપવામાં આવશે.
 • કૃષિ પેદાશોના વેચાણના માળખાને આધુનિક બનાવવું
  હાલ APMC ના માધ્યમથી થતા કૃષિ પેદાશોના વેચાણમાં રહેલી નાની-નાની ક્ષતિઓને નિવારવાના તથા APMC ના માળખાને અત્યાધુનિક બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત, ટર્મિનલ માર્કેટ્સ, ઈ-ઓક્શન અને ઈ-કોમર્સ ફેસીલીટી, કોમોડિટી સ્પોટ માર્કેટ, ખાનગી માર્કેટ યાર્ડ સહિતના વેચાણના વૈકલ્પિક માળખાઓના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
 • કૃષિ પેદાશોની નિકાસને પ્રોત્સાહન
  રાજ્યના એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમો મહદ અંશે લઘુ અને મધ્યમ કદના છે. ગુજરાત સરકાર તેમને નાણાકીય સહાય આપીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણેની પ્રોડક્ટ તૈયાર કરવામાં મદદરૂપ બનશે.
 • કૃષિ વ્યવસાયોમાં મહિલાઓના યોગદાનને પ્રોત્સાહન આપવું
  કૃષિ તથા એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્રે મહિલાઓ મોટા પ્રમાણમાં સંકળાયેલી છે. રાજ્ય સરકાર મહિલા ઉદ્યોગ સાહસિકોને વિશેષ પ્રોત્સાહન આપીને આ ક્ષેત્રના વિકાસમાં તેમનું મહત્તમ યોગદાન મેળવશે.
 • એગ્રો વેસ્ટનું વેલ્યુ એડિશન તથા પર્યાવરણ સરંક્ષણ
  પાકના વધેલા ભાગ તથા બગાડ (એગ્રી વેસ્ટ)માંથી મૂલ્યવૃદ્ધિ કરીને ખેડૂતોની આવક વધારવા માટેના નવતર પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ પ્રયાસોથી પર્યાવરણની જાળવણીમાં પણ મદદ મળશે. વળી, પ્રદૂષણ અંગેના કાયદાઓનું પાલન કરે તેવા એકમોને જ રાજ્ય સરકાર તરફથી સહકાર મળે તે બાબત સુનિશ્ચિત કરવામાં આવશે.
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ
Go to Navigation