માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગ નેટવર્ક

Agro Service Division

એગ્રો સર્વિસિઝ ડીવીઝન​

ગુજરાત ખેત ઉદ્યોગ નિગમની તમામ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ખેડૂત રહેલ છે. ખેડૂતોને ઘરઆંગણે સેવાઓ પૂરી પાડતાં 18 જિલ્લા કક્ષાનાં કેન્દ્રો અને 1300 થી વધુ કૃષિ વ્યવસાય કેન્દ્રોના નેટવર્ક દ્વારા ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ ગ્રામીણ ગુજરાતમાં એક મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે. લાખો ખેડૂતો આ કેન્દ્રોની નિયમિત મુલાકાત લે છે. ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ અન્ય કંપનીઓને પણ તેનાં ખેડૂત સંબંધિત ઉત્પાદનોના વેચાણ માટે પોતાની નેટવર્કનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. હાલમાં, તેનો ઉપયોગ જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકો બનાવતી કંપનીઓ કરે છે. ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ નાણાકીય સંસ્થાઓ સાથે પણ જોડાણ ધરાવે છે અને કૃષિ વ્યાવસાયિકો કૃષિ સહાય મેળવવા માટે આ સુવિધા મેળવી શકે છે. ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ જીએસએફ્સી, જીએનએફસી, આઈપીએલ, આરસીએફ અંદ ચંબલ ફર્ટિલાઇઝર કંપની લી. જેવી નામાંકિત કંપનીઓ દ્વારા ઉત્પાદિત યુરિયા, ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી), એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ (એએસપી), એમોનિયમ સલ્ફેટ (એએસ), કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ (સીએએન), નાઇટ્રો ફોસ્ફેટ (એન.ફોસ), મ્યુરેટ ઓફ પોટાશ (એમઓપી), સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી) (દાણા અને પાવડર), વિ. જેવાં રાસાયણિક ખાતરોનું વિતરણ કરે છે.

ઉત્પાદનો અને સેવાઓ

ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ એગ્રોફેન, એગ્રોસાયપર, એગ્રોમોનાર્ક, એગ્રોસલ્ફન, એગ્રોફોરેટ, એગ્રોફેટ, એગ્રોપેરા, એગ્રોફોસ, એગ્રોક્વિન, એગ્રોઝિમ, એગ્રોમાલા, આલ્ફામેથ્રિન, એગ્રિમિડા, વિ. જેવાં ઉચ્ચ ગુણવત્તાવાળાં જંતુનાશકો તૈયાર કરે છે અને ખેડૂતોને વાજબી ભાવે પૂરાં પાડે છે. તે અન્ય કંપનીઓ દ્વારા ઉત્પાદીત પસંદગીનાં જંતુનાશકોનું પણ વેચાણ કરે છે.

આ ઉપરાંત, તે રાજ્ય અને કેન્દ્રની સહાય યોજના હેઠળ અને ખુલ્લા બજારમાં ટ્રેક્ટરો અને પાવર ટીલરનું વેચાણ કરે છે. તેની પ્રવૃત્તિઓમાં જૈવિક ખાતર બાબતે જાગૃતિ ફેલાવવી અને તેને વાજબી ભાવે વેચવાનો સમાવેશ પણ થાય છે. તે અન્ય કંપનીઓ દ્વારા ઉત્પાદીત પસંદગીનાં જંતુનાશકોનું પણ વેચાણ કરે છે.

ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ કીટનાશકોનો છંટકાવ કરવા માટેના પંપ, બળદ ચાલિત સાધનો, ટ્રેક્ટરો, ખેત ઓજારો, ઓઇલ એન્જિનો, ડિઝલ જનરેટર સેટ, વિ. જેવાં કૃષિ વિભાગ દ્વારા માન્ય સાધનોનું પણ વિતરણ કરે છે. તે ઉચ્ચ કક્ષાના ગેલ્વેનાઈઝ્ડ શીટ્સના બનેલ સ્ટોરેજ બિનનું ઉત્પાદન પણ કરે છે અને વ્યાજબી ભાવે તેનું ખેડૂતોને વેચાણ કરે છે.

આ ઉપરાંત, કૃષિ નિયામકની સબસિડી યોજના હેઠળ ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ સારી ગુણવત્તાની ટર્પોલિન અને ખુલ્લી પાઇપલાઇનો પૂરી પાડવા માટે મધ્યવર્તી એજન્સીની ભૂમિકા નિભાવે છે. આ સબસિડી મેળવવા માટેનાં અરજીપત્રો ગુજરાત ખેત ઉદ્યોગ નિગમનાં કૃષિ સેવા કેન્દ્રો ખાતે ઉપલબ્ધ હોય છે.

તા. 20/08/2018 ના રોજ ગુજરાતનાં જિલ્લાવાર, કેન્દ્ર મુજબનાં કૃષિ સેવા કેન્દ્રો અને કૃષિ વ્યવસાય કેન્દ્રો દર્શાવતું પત્રક

ક્રમ​ જીલ્લાના નામ​ જીએઆઇસી ના પોતાના કેન્દ્ર​ એગ્રો સર્વિસ સેન્ટર​ એગ્રો બિઝનેશ સેન્ટર​ કુલ​
અમદાવાદ નરોડા ૧૦ ૫૩ ૬૩
ગાંધીનગર        
અમરેલી અમરેલી ૧૩ ૩૯ ૫૨
આણંદ કંજરી ૧૭ ૮૯ ૧૦૬
ખેડા        
અરવલ્લી હિંમતનગર ૧૯ ૮૧ ૧૦૦
સાબરકાંઠા        
બનાસકાંઠા ડીસા ૯૪ ૯૯
નર્મદા ભરૂચ ૪૪ ૪૪
૧૦ ભરૂચ        
૧૧ ભાવનગર ભાવનગર ૧૧ ૪૬ ૫૭
૧૨ બોટાદ        
૧૩ છોટાઉદેપુર વડોદરા ૬૯ ૭૪
૧૪ વડોદરા        
૧૫ દાહોદ ગોધરા ૧૮ ૧૬૬ ૧૮૪
૧૬ પંચમહાલ        
૧૭ મહીસાગર        
૧૮ દેવભૂમિ દ્વારકા જામનગર ૨૫ ૩૪
૧૯ જામનગર        
૨૦ ગીર સોમનાથ જૂનાગઢ ૨૫ ૬૧ ૮૬
૨૧ પોરબંદર        
૨૨ જૂનાગઢ        
૨૩ કચ્છ ભુજ ૩૪ ૪૦
૨૪ મેહસાણા મેહસાણા ૧૩ ૬૯ ૮૨
૨૫ પાટણ        
૨૬ મોરબી રાજકોટ ૪૫ ૪૭
૨૭ રાજકોટ        
૨૮ ડાંગ નવસારી ૩૩ ૩૫
૨૯ નવસારી        
૩૦ સુરત સુરત ૩૭ ૩૯
૩૧ તાપી        
૩૨ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ૧૦ ૪૫ ૫૫
૩૩ વલસાડ વલસાડ 33 ૩૭
      ૧૭૧ ૧૦૬૩ ૧૨૩૪
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ
Go to Navigation