બાયોગેસ પ્લાન્ટસ

બળતણ તેમજ ખાતરનો વૈકલ્‍પિક સ્‍ત્રોત બાયોગેસ – ખાતર પ્‍લાન્‍ટ

બાયોગેસ શું છે ?

પ્રાણવાયુની ગેરહાજરીમાં સેન્દ્રીય પદાર્થો (છાણ/મળમૂત્ર/એંઠવાડ વગેરે) ની સડવાની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા બેકટરીયામાંથી જે ગેસ મળે છે તેને બાયોગેસ કહે છે. જેમાં મુખ્યત્વે મિથેન ગેસ (૬૦ ટકા) હોય છે.

બાયોગેસથી ઘણા ફાયદાઓ થાય છે, જેમ કે,

 • બાયોગેસ સસ્તુ અને પ્રદુષણ મુકત બળતણ છે.
 • બાયોગેસનો રસોઈ માટે તેમજ પ્રકાશ માટે ઉપયોગ થાય છે.
 • બાયોગેસથી જનરેટર ચલાવી વિદ્યુત પણ ઉત્‍પન્‍ન કરી શકાય છે.
 • બાયોગેસથી સસ્તી, કાયમી અને પ્રદુષણમુકત ઊર્જા મળે છે.
 • કેરોસીન, જલાઉ લાકડા જેવા પરંપરાગત બળતણનો વિકલ્પ છે.
 • એલ.પી.જી. ગેસના બાટલાનો વિકલ્પ પૂરો પાડે છે.

સેન્‍દ્રિય કચરાનો ઉચ્‍ચ ગુણવત્તાવાળા સેન્‍દ્રિય ખાતરમાં રૂપાંતર

 • બાયોગેસ પ્લાન્ટમાં પશુઓનું છાણ, રસોડાનો કચરો તેમજ સેન્દ્રીય કચરો વગેરે વાપરી શકાય છે.
 • બાયોગેસ પ્લાન્ટમાં ગેસ ઉત્પન્ન થયા બાદ બહાર નીકળતી સ્લરી એક ઉત્તમ પ્રકારનું સેન્દ્રીય ખાતર છે.
 • ખુલ્‍લા વાતાવરણમાં તૈયાર થતા ખાતર કરતાં તેમાં ત્રણ ગણું નાઇટ્રોજન વધારે હોય છે.
સેન્‍દ્રીય ખાતરનાં તત્‍વો ઉકરડાનું ખાતર બાયોગેસ પ્‍લાન્‍ટનું ખાતર
N2(નાઇટ્રોજન) ૦.૫ ટકા થી ૧.૫ ટકા ૧.૫ ટકાથી ૨.૫ ટકા
P2O5(ફોસ્‍ફરસ) ૦.૩ ટકા થી ૦.૯ ટકા ૦.૮ ટકા થી ૧.૨ ટકા
K2O(પોટાશ) ૦.૮ ટકાથી ૧.૨ ટકા ૧.૦ ટકા થી ૧.૫ ટકા
 • છોડ માટે જરૂરી તમામ પોષક તત્વો અને સૂક્ષ્મ જીવાણું હોય છે.
 • નિંદામણ મુકત ઉચ્ચ ગુણવત્તાવાળું સેન્દ્રીય ખાતર મળે છે.
 • પાકની ઉત્પાદકતામાં રપ ટકાથી ૪૦ ટકા જેટલો વધારો થાય છે.
 • બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખાડો કરી રોજીંદા એગ્રોવેસ્ટ(વાસીદા) સાથે ઉકરડામાં નાંખવામાં આવે તો તેનાથી પરંપરાગત ઉકરડામાંથી મળતાં ખાતર કરતાં ઉત્તમ ગુણવત્તાવાળું સેન્દ્રીય ખાતર મળે છે.
 • યુરીયા અને ડી.એ.પી.ના વિકલ્‍પમાં વાપરી શકાય છે.

બાયોગેસથી આરોગ્યના ફાયદા અને સ્વચ્છ અને જંતુમુકત વાતાવરણ

 • બાયોગેસ ધુમાડા રહિત બળતણ હોવાથી પરંપરાગત બળતણથી થતાં શ્વાસોચ્છવાસના રોગો, આંખના ચેપ, દમ અને ફેફસાંની તકલીફોમાં ઘટાડો કરે છે.
 • બાયોગેસ પ્લાન્ટમાં ટાઈફોઈડ, પેરા પાઈફોઈડ, કોલેરા, મરડા, ચામડી અને આંતરડાના રોગો વગેરે પ્રકારની મુખ્ય બિમારીઓ પેદા કરતાં જીવજંતુઓનો નાશ થાય છે.
 • ઘર વધુ આરોગ્યપ્રદ બને છે.

મહિલાઓના કાર્યબોજમાં ઘટાડો

 • ઘરમાં ધુમાડો અને રાખ ભરાતી નથી, આથી ઘર ચોખ્ખું રહે છે અને સફાઈ કામમાં રાહત મળે છે.
 • ચોમાસામાં બળતણની જરૂરિયાત માટે ઘરમાં છાણાં અને લાકડાના સંગ્રહમાંથી મુક્તિ મળે છે.
 • ગેસના ચુલાથી રસોઈ કરવી સરળ છે આથી રસોઈ કરવામાં સમયનો બચાવ થાય છે.
 • રસોઇનાં વાસણ કાળા થતાં ન હોવાથી બેહનોને સાફ કરવામાં તકલીફ ઓછી પડે છે.

વૈશ્વિક પર્યાવરણીય ફાયદા

 • જલાઉ લાકડાનો વપરાશ ઘટવાથી જંગલોનો બચાવ થાય છે અને તેનાથી જમીન ધોવાણ અટકે છે. પર્યાવરણનો બચાવ થાય છે.
 • ખનીજમાંથી મળતાં બળતણની માંગમાં ઘટાડો થવાથી અંગારવાયુ (Co2) ની વૃદ્ધિમાં ઘટાડો થાય છે.
 • તે અનિયંત્રિત મિથેનના વધારાને રોકે છે.
 • રાજય અને રાષ્ટ્રને કાર્બન ક્રેડિટ અપાવી શકે છે.
 • સૌ નો સાથ સૌ નો વિકાસ

સહાયનું ધોરણ

આ યોજના હેઠળ સહાયનું ધોરણ ૧ થી ૪ ધનમીટરના બાયોગેસ પ્લાન્ટ માટે જનરલ કેટેગરીના લાભાર્થીઓને બાયોગેસ પ્લાન્ટની કિંમતના ૬૦% જયારે SC/ST‌ અને BPL ના લાભાર્થીઓને બાયોગેસ પ્લાન્ટની કિંમતના ૭૫% ની મર્યાદામાં નીચે દર્શાવ્યા મુજબ મહત્તમ સબસીડી મળવાપાત્ર થશે.

લાભાર્થીઓને મળવાપાત્ર મહત્તમ પ્રતિ પ્‍લાન્‍ટ (રૂપિયામાં)

બાયોગેસ પ્‍લાન્‍ટની ક્ષમતા જનરલ કેટેગરી માટે SC/ST અને BPL કેટેગરી માટે
૧ ઘનમીટર ૮,૧૦૦ ૧૦,૧૨૫
૨ ઘનમીટર ૧૨,૩૦૦ ૧૫,૩૭૫
૩ ઘનમીટર ૧૪,૧૦૦ ૧૭,૬૨૫
૪ ઘનમીટર ૧૫,૯૦૦ ૧૯,૮૭૫

વધુ વિગત માટે અમારા ખેત સેવા કેન્દ્રની નીચેના સરનામે અવશ્ય મુલાકાત લો

અમદાવાદ

સરનામું નરોડા રેલ્વે ક્રોસીંગની પાસે, ટી.બી. હોસ્પીટલ પાસે, નેશનલ હાઇવે નં.૮, મુ.નરોડા, પો. કુબેરનગર, અમદાવાદ-૩૮૨ ૩૪૦

ફોન (ઓ.) ૦૭૯-૨૨૮૧૩૫૬૬
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૩

ખેડા

સરનામું જલારામ પેટ્રોલ પંપ પાછળ, નેશનલ હાઇવે નં.-૮, મુ. કંજરી, પો. ભૂમેલ, તા.નડીયાદ, જિ.ખેડા-૩૮૭ ૩૭૦.

ફોન (ઓ.) ૦૨૬૯૨-૨૭૧૬૧૧
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૪

પંચમહાલ

સરનામું ૫, માર્કેટિંગ યાર્ડ કમ્પાઉન્ડ, લાલબાગ બસ સ્ટેન્ડ પાસે, મુ. ગોધરા, જિ.પંચમહાલ-૩૮૯ ૦૦૧

ફોન (ઓ.) ૦૨૬૭૨-૨૪૧૫૦૭
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૫

વડોદરા

સરનામું દુકાન નં.બ-૨૫-૨૬, એ.પી.એમ.સી., સયાજીપુરા, મુખ્ય માર્કેટિંગ યાર્ડ, નેશનલ હાઇવે નં.૮, આજવા ચોકડી પાસે, જિ. વડોદરા-૩૯૦ ૦૧૯.

ફોન (ઓ.) ૦૨૬૫-૬૬૧૫૪૨૫
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૬

ભરૂચ

સરનામું ધી કુડિયા, સુપર માર્કેટની સામે, સ્ટેશન રોડ, ભરૂચ-૩૯૨ ૦૦૧.

ફોન (ઓ.) ૦૨૬૪૨-૨૬૧૭૨૬
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૭

સુરત

સરનામું દુકાન નં.૨૦૧-૨૦૨, સરદાર માર્કેટ, એ.પી.એમ.સી., પુણા-કુંભારીયા રોડ, મુ.પો. સુરત

ફોન (ઓ.) ૦૨૬૧-૨૩૪૩૮૨૦ (ઓ.) ૯૮૯૮૫૦૯૩૫૮

નવસારી

સરનામું કબીલપોર (ગ્રીડ પાસે), પો.કબીલપોર, તા.જિ. નવસારી.

ફોન (ઓ.) ૦૨૬૩૭-૨૩૭૧૫૨
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૬

વલસાડ

સરનામું ૬-૭, શોપીંગ સેન્ટર, તરણકુંડ કમ્પાઉન્ડ, બેચર રોડ, વલસાડ-૩૯૬૦૦૧.

ફોન (ઓ.) ૦૨૬૩૨-૨૪૨૬૦૧
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૯

સુરેન્દ્રનગર

સરનામું સુરેખા સદન, બસ સ્ટેન્ડ રોડ, એમ.પી.શાહ આટ્‌ર્સ એન્ડ સાયન્સ કોલેજ સામે, સુરેન્દ્રનગર-૩૬૩ ૦૦૨.

ફોન (ઓ.) ૦૨૭૫૨-૨૨૨૧૨૭
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૪

રાજકોટ

સરનામું બેન્ક ઓફ ઇન્ડીયાની બાજુમાં, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

ફોન (ઓ.) ૦૨૮૧-૨૨૨૨૧૮૭
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૫

જુનાગઢ

સરનામું એ-૮, જી.આઇ.ડી.સી.-૧, ઇગલ પાઇપ સામે, રાજકોટ રોડ, જૂનાગઢ-૩૬૨ ૦૦૧.

ફોન (ઓ.) ૦૨૮૫-૨૬૬૧૭૭૯
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૭

જામનગર

સરનામું ગેલેક્સી ટોકિઝ પાસે, જામનગર-૩૬૧ ૦૦૧

ફોન (ઓ.) ૦૨૮૮-૨૫૫૮૪૩૭
(મો.) ૯૯૭૪૨૫૧૭૮૭

અમરેલી

સરનામું હોટલ અવધની નીચે, ડૉ.કે.વી.પરીખ રોડ, માર્કેટ યાર્ડની સામે, અમરેલી-૩૫૬ ૫૦૧.

ફોન (ઓ.) ૦૨૭૯૨-૨૨૩૧૭૯
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૯

ભાવનગર

સરનામું એલ.આઇ.સી. ઓફીસ બિલ્ડીંગની પાછળ, ગંગાજળીયા તળાવ, ભાવનગર-૩૬૪ ૦૦૧

ફોન (ઓ.) ૦૨૭૮-૨૪૨૫૩૭૫
(મો.) ૯૯૭૪૭૦૩૩૮૫

કચ્છ

સરનામું પ્રથમ માળે, અમૃત ચેમ્બર્સ, રવિ ટોકિઝ પાસે, સ્ટેશન રોડ, ભૂજ-૩૭૦ ૦૦૧. જિ.કચ્છ

ફોન (ઓ.) ૦૨૮૩૨-૨૨૩૩૧૨
(મો.) ૯૮૯૮૫૦૯૩૭૦

મહેસાણા

સરનામું ૩૧, કેન્સ વિલા, રામોસણા ચાર રસ્તા, મહેસાણા-૩૮૪ ૦૦૧.

ફોન (ઓ.) ૦૨૭૬૨-૨૫૧૮૨૦
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૦

સાબરકાંઠા

સરનામું ૧, જૂના માર્કેટિંગ યાર્ડ, જિલ્લા પંચાયત પાસે, હિંમતનગર-૩૮૩૦૦૧. જિ.સાબરકાંઠા.

ફોન (ઓ.) ૦૨૭૭૨-૨૪૨૫૭૬
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૨

બનાસકાંઠા

સરનામું ૧૭૧, ન્‍યુ માર્કેટ યાર્ડ, પાટણ રોડ, ડીસા-૩૮૫ ૫૩૫, જિ. બનાસકાંઠા,

ફોન (ઓ.) ૦૨૭૪૪-૨૨૦૨૨૧ (મો.) ૯૮૯૮૫૦૯૩૬૧

હેડ ઓફિસઃ

ગુજરાત સિવિલ સપ્‍લાય કોર્પોરેશન બિલ્‍ડીંગ ‘બી’ વિંગ, બીજો માળ, સેકટર ૧૦/એ, ‘ચ’ રોડ, ગાંધીનગર-૩૮૨૦૪૩
વેબસાઇટ : www.gujagro.org
ફોનઃ ૦૭૯-૨૭૫૪૪૭૪૧ ૪૨
ઇમેઇલ: gaicltd@gujagro.org

મહત્વની લિંક્સ
http://india.gov.in, The National Portal of India : External website that opens in a new windowMinistry of Rural Development, Government of India : External website that opens in a new windowAgriculture & Cooperation Department, Government of Gujarat : External website that opens in a new windowSmall Farmers' Agri-Business Consortium : External website that opens in a new windowMinistry of Food Processing Industries, Government of India : External website that opens in a new windowAgricultural & Processed Food Products Export Development Authority : External website that opens in a new windowOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
Go to Navigation
Go to Navigation