સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગો સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગો

સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગો (સીપીસી)

 • કૃષિ વિકાસ યોજના હેઠળ સ્થાપિત કરેલ છે.
 • સી.પી.સી. ની સ્થાપના ફળો અને શાકભાજીના નિકાસ માટે સપ્ટે. ૨૦૧૦ માં કરેલ છે.
 • જનરલ કાર્ગો પણ સીપીસી સાથે હેન્ડલ કરી શકાશે.
 • આ પ્રોજેકટ માં પ્રથમ ટ્રાયલ લેવામાં આવેલ છે.
 • સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગો રોજના (-) ૨૦ થી (+) ૧૫ ડીગ્રી સુધીના તાપમાન સાથે ૪૦ મે. ટન પ્રતિ દિવસ (સ્ટેટીક કેપીસીટી) પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.કુલ ૧૪૬૦૦ મે. મે. ટન વાર્ષિક ક્ષમતા

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ - અતિ આધુનીક સુવીધા

 • મટીરીયલની સરળતાથી અવરજવર માટે બોલ મેટ એરીયા
 • કોલ્ડ સ્ટોરેજ ૧૦ મે.ટન X ૪ સંખ્યા = ૪૦ મે.ટન
 • કોલ્ડ સ્ટોરેજ ચેમ્બર નં. ૧ (ટેમ્પરેચર + ૨ થી ૮) તાજા ફળો અને શાકભાજી માટે
 • કોલ્ડ સ્ટોરેજ ચેમ્બર નં. ૨ (ટેમ્પરેચર ૧૮ થી -૨૨) ફ્રોઝન ફુડ માટે
 • કોલ્ડ સ્ટોરેજ ચેમ્બર નં. ૩ (ટેમ્પરેચર +૦ થી ૮) તાજા ફળો અને શાકભાજી માટે
 • કોલ્ડ સ્ટોરેજ ચેમ્બર નં. ૪ (ટેમ્પરેચર +૧૫) – ટ્રાન્ઝીટ સ્ટોરેજ મટીરીયલના ડિસ્પેચ માટે
 • એક્ષરે બેગેજ ઈન્સપેકશન મશીન
 • ૨ નંગ હાઈડ્રોલીક બીલ્ટ સ્ટેશન(વેટમેંટ સાથે)
 • સીઝર ટાઇપ આધુનીક ડીસ્પેઝ ફેસીલીટી
 • નાશવંત ખેત પેદાશ જેવી કે, ફળો, શાકભાજી, ફળો, ફીશ પ્રોડક્ટસ અને ડેરી પ્રોડક્ટસને સરળતાથી ગુજરાતમાંથી દેશ અને વિદેશોમાં નિકાસ કરી ખેડૂતોને વધુ પોષણક્ષમ ભાવો તેમજ દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થશે.

ચીફ મીનીસ્ટર મિશન ઓન ફૂડ પ્રોસેસીંગ (સીએમ​એમએફપી)

 • ભારતમાં હાલમાં કૃષિ ક્ષેત્રે કુલ ઉત્પાદનના ૭ % જેટલું ફૂડ પ્રોસેસીંગ થાય છે (NIAM 2011)અન્ય દેશોની સરખામણીમાં ફળ અને શાકભાજીમાં ૨.૨%, દૂધ ૩૫%, માંસ૨૧% અને મરઘાં ઉત્પાદનો ૬% આસપાસ પ્રોસેસીંગ થાય છે જે ખુબજ ઓછુ છે
 • કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોમાં ૧૪.૮% બગાડ થાય છે છે, જે ૧૩ અબજ ડોલર હોવાનો અંદાજ છે
 • ભારત વિશ્વના મુખ્ય ખોરાક ઉત્પાદકોમાં નો એક છે,તેમ છતા ઈન્ટરનેશનલ ફૂડ વેપારમાં ૧.૫% હિસ્સો ધરાવે છે.
 • ભારત સરકારશ્રી ના મિનિસ્ટી ઓફ ફૂડ પ્રોસેશીંગ વિભાગ દવારા નાણાંકીય વષૅ ૨૦૧૨-૧૩ થી નેશનલ મીશન ઓફ ફૂડ પ્રોસેશીંગની યોજના અમલમાં છે જેમાં વર્ષ ૨૦૧૨ – ૧૩ માં ૧૪૪ અરજીઓ થકી રૂ.૫૫૬.૦૦ કરોડ જેટલું રોકાણ આવેલ છે. જ્યારે ૨૦૧૩ – ૧૪ માં ૨૧૨ અરજી દ્વારા રૂ.૭૨૫.૦૦ કરોડ જેટલું રોકાણ આવેલ છે. વર્ષ ૨૦૧૪ – ૧૫ માં ૨૬૨ અરજીઓ દ્વારા રૂ.૮૧૨.૨૭ કરોડનું રોકાણ આવેલ છે.
 • આ યોજના ભારત સરકાર દ્વારા ડી-લીંક કરેલ છે ભારત સરકારે રાજ્યોએ આ યોજના ચાલુ રાખવા સલાહ આપી છે
 • ફુડ પ્રોસેસીંગ ઇન્ડટ્રીઝ અને મેઇક ઇન ઇન્ડીયા પ્રોગામને વેગ મળે તે હેતુથી ફુડ પ્રોસેસીંગ ઇન્ડટ્રીઝ સાથે સંકળાયેલ ઉધોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તે અંગે નાણાંકીય સહાય આપવી જરૂરી છે.
 • આ યોજના ના ફાયદાઓ-
  • કૃષિ ઉધોગોને ખાસ પ્રાધાન્ય મળશે
  • કૃષિક્ષેત્રમાં થતા બગાડમાં ધટાડો
  • ખેત પેદાશની સેલ્ફ લાઇફમાં વધારો
  • ખેડૂતો/ઉત્પાદ્કોને પોષણક્ષમ ભાવ મળી રહેશે
  • રાજયના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક આર્થિક વિકાસ વધશે
  • ફૂડ પ્રોસેસિંગ ઉધોગની સ્થાપના ,ટેક્નોલોજી ઉપગ્રેડેશન અને આધુનીકરણ યોજના
   • નાણાંકિય સહાય – પ્લાન્ટ અને મશીનરી અને ટેકનીકલ સીવીલ વર્કના ૨૫% રૂ.૫૦ લાખની મર્યાદામાં
  • શીતાગાર શૃંખલા ,ફૂડ ઇરેડીએશન પ્રોશેસીંગ પ્લાંટ અને પેક હાઉસ , મૂલ્ય વૃદ્ધિ અને જાળવણી માટેની આંતરમાળખીય સુવિધાઓ
   • નાણાંકિય સહાય – પ્લાન્ટ અને મશીનરી અને ટેકનીકલ સીવીલ વર્કના ૨૫% રૂ.૫૦૦લાખની મર્યાદામાં
   • પ્રાથમિક પ્રોસેસિંગ કેન્દ્ર /ક્લેક્શન સેન્ટરની ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપના
   • સહાયનું ધોરણ – નાણાંકિય સહાય પ્રોજેક્ટ કિંમતના ૫૦% અને વધુમાં વધુ રૂ.૨૫૦લાખની મર્યાદામાં
  • રેફરવાન ની સહાય યોજના
   • સહાયનું ધોરણ – નાણાકીય સહાયનું ધોરણ પ્રેજેક્ટ કિંમતના ૫૦% અને વધુમાં વધુ રૂ.૫૦ લાખની મર્યાદામાં પ્રી-કુલીંગ વાન /રીફર ટ્રકોની ખરીદી પર
  • Meat shopનું આધુનીકરણની યોજના
   • સહાયનું ધોરણ – પ્લાન્ટ અને મશીનરી અને ટેકનીકલ સીવીલ વર્કના ૩૫% રૂ.૫.૦૦ લાખની મર્યાદામાં
  • કૃષિ પેદાશ પર આધારિત સુક્ષ્મ અને નાના ઉદ્યોગો ક્વૉલિટી સર્ટિફિકેશન માટે પ્રોત્સાહન
   • HACCP/ISO/એગમાર્ક વગેરે જેવા – આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ક્વૉલિટી સર્ટિફિકેશન ખર્ચનાં ૫૦% મહત્તમ રૂ. ૫ લાખની મર્યાદામાં
   • માન્ય આંતરરાષ્ત્રિય સર્ટિફિકેશન સંસ્થા ને ચુકવેલ ફીના ૫૦% અને ૫૦% રકમ ટેસ્ટીંગ સાધનો માટે રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં
  • અન્ય ધટકો
   • સ્કીલ એન્હેશમેંટ
   • વેટ અને સેલ્સટેક્ષ
   • પાવર ટેરીફ અને ઇલેક્ટ્રીક ડીયુટી પર સહાય
   • રજીસ્ટ્રેશન/સ્ટેમ્પ ડ્યુટી માં રાહત
   • બેક એન્ડેડ વ્યાજ સહાય
    • મૂડી રોકાણ અંગેનાં પ્રોત્સાહનો
    • ૭% બેક એન્ડેડ ઈન્ટરેસ્ટ સબસીડી પ્રથમ પાંચ વર્ષ માટે
     • એગ્રી પ્રોસેસિંગ માટે મહત્તમ રૂ.૧૫૦લાખ સુધી.
     • એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરપ્રોજેકટ જેવાકે CA કોલ્ડ સ્ટોરેજ ,ફૂડ રેડીએશન પ્લાંટ સાઇલોઝ ,પેક હાઉસ,ફૂડ પાર્ક, રીફાર વાન માટે મહત્તમ રૂ.૪૦૦ લાખ સુધી.
     • ૧% વધારાની સહાય – એસટી/એસટી/મહીલા/અથવા અંપગ ઉધોગ સાહ્સીક્ને
     • ૧% વધારાની સહાય – ૩૫ વર્ષ્ થી નાના ઉધોગ સાહ્સીક્ને
  • નિકાસ માટે પ્રોત્સાહન
   • પ્ર્રોસેશ ફૂડ ના નિકાસ માટે એરફ્રેઈટ સબસીડી:-એરફ્રેઈટના ૨૫% , મહત્તમ રૂ. ૧૦ લાખ પ્રતિ લાભાર્થી વધુમાં વધુ પાંચ વર્ષ માટે
   • બાગાયતી પેદાસ અથવા બાગાયતી પ્ર્રોસેશ પેદાશ, દુધ,પોલ્ટ્રીઅથવા માછલીની બનાવટો નિકાસ માટે એરફ્રેઈટ સબસીડી:-એરફ્રેઈટના ૪૦% , મહત્તમ રૂ. ૧૫ લાખ પ્રતિ લાભાર્થી વધુમાં વધુ પાંચ વર્ષ માટે
   • પ્ર્રોસેશ ફૂડ ના નિકાસ માટે દરીયાઇ નુર સબસીડી:- દરીયાઇ નુર ના ૨૫% , મહત્તમ રૂ. ૧૦ લાખ પ્રતિ લાભાર્થી વધુમાં વધુ પાંચ વર્ષ માટે
   • બાગાયતી પેદાસ અથવા બાગાયતી પ્ર્રોસેશ પેદાશ, દુધ,પોલ્ટ્રીઅથવા માછલીની બનાવટો નિકાસ માટે દરીયાઇ નુર સબસીડી:- દરીયાઇ નુર ના ૪૦% , મહત્તમ રૂ. ૧૫ લાખ પ્રતિ લાભાર્થી વધુમાં વધુ પાંચ વર્ષ માટે

  બ્રાન્ડીંગ એન્ડ માર્કેટીંગ ઓફ એગ્રોપ્રોડકટ એન્ડ ટ્રેનિંગ

  • નાના અને સિમાંત ખેડૂતો / કૃષિ ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તેઓ દ્વારા જાહેરાતના ખર્ચ તથા માર્કેટીંગ માટેનો ખર્ચ તેમજ પ્રમોશનલ પ્રવૃત્તિઓ કરી શકતાં નથી. જે મોંઘી અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. તેને કારણે તેઓને ઉત્પાદનના પ્રમાણમાં ઓછું વળતર મળે છે. અને મોટા ઉદ્યોગો સામે ટકી શકતાં નથી.
  • સરકાર દ્વારા એક બ્રાન્ડ હેઠળ માર્કેટીંગ કરે જેવી કે, લિજ્જત પાપડ, અમુલ દૂધ, અમૂલના અન્ય ઉત્પાદનો. આ ઉત્પાદનો વિવિધ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરી એક બ્રાન્ડ હેઠળ વેચવામાં આવે છે, તેવી જ રીતે, અન્ય કૃષિ ઉત્પાદનો અને પેદાશો એક બ્રાન્ડ હેઠળ રાખી તેનું બ્રાન્ડીંગ કરવું આવશ્યક છે. જેનાથી બહોળો પ્રચાર અને એક ચોક્કસ ગ્રાહક વર્ગ ઉભો થશે.
  • બ્રાન્ડ ઉભી કરવા માટે નીચે મુજબના ધટકો જરૂરી છે.
   • જાહેરાતો અને પ્રમોશનલ (પ્રચાર અને પ્રસાર)પ્રવૃત્તિઓ.
   • ઉચ્‍ચ ગુણવત્તા.
   • સાતત્યપૂર્ણ ઉત્‍પાદન
   • પેકેજીંગ અને ચોકકસ લેબલ હેઠળ જાહેરાત.
  • આ બ્રાન્ડ માં એક સરખી ગુણવત્તા મુજબ એક સરખી કવોલીટીની ખાતરી મળે. જે ગણવત્‍તાના માનકો તેના દેખાવ, રંગ અને પ્રક્રીયાકરેલ ઉત્‍પાદનોમાં એક સરખી ગુણવત્‍તા પ્રાપ્‍ત કરી શકાય. તેમજ સ્‍વાદ તેમજ તાજગી, કદ એક રૂપ રાખી શકાય.
  • આ માટે પ્રયોગશાળા, પ્રયોગશાળાના સાધનો , સહાયીત દરે ચકાસણીની સુવિધાઓ ઉભી કરવી જોઇએ. તેમજ પ્રયોગશાળા ઉભી કરવા માટે આર્થિક સહાય આપવી જોઇએ.
  • ગુણવત્‍તા ના માનકો એક સરખા હોવાના કારણો ઉધોગ સાહસિકોને ગુણવત્તા સુસંગતતા ખાતરી અને બ્રાન્ડ બનાવટ અને જાળવણી માં મદદ કરશે.
  • જે માટે માર્કેટિંગ જરૂરી છે. જેના દ્વારા ગ્રહોકોમાં જાગૃતિ લાવી શકાશે
  • જે માટે દિલ્હી, જયપુર, ચંદીગઢ, જોધપુર, અમદાવાદ, મુંબઈ, પુના, નાગપુર, બેંગ્લોર, ચેન્નઈ વગેરે જગ્યાએ પ્રદર્શનો દ્વારા પ્રચાર - માર્કેટીંગ કરવામાં આવશે.
  • ભૂતકાળમાં કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેસર કેરી દિલ્હી અને અન્ય સ્થળોએ પ્રચાર કરી ખેડૂતોને વધુ ભાવ મેળવવામાં મદદરૂપ થયું છે અને તેની માંગ ઉભી થઈ છે.
  • આ લક્ષ્‍ય ને હાંસલ કરવા માટે જમીન સ્‍વાસ્‍થય માટે ખેડૂતો પોતાની જાતે સમતોલ ખાતર, પાણી અને દવાના વપરાશ કરે તે માટે માર્ગદર્શન ની જરુરીયાત છે
  • ASC/ABC ના ડીલરો, જે ગ્રેજ્યુએટ છે તેમને ખેતી અંગે તાલીમ આપવી અને માસ્ટર ટ્રેનર બનાવવા
  • આ માસ્ટર ટ્રેનર દ્વારા તેમના વિસ્તાર માં ૫૦- ૫૦ ખેડૂતોના સમુહને, ASC/ABCને સમયાંતરે તાલીમ આપશે
  • સદરહુ તાલીમ દ્વારા ખેડૂતો પોતાની જાતે સમતોલ ખાતર, પાણી અને દવાના વપરાશ કરશે
  • નિગમ તરફ્થી નીચે મુજબની પ્રવ્રુતી શરુ કરેલ છે
  • ASC/ABC ના ડીલરો, જે ગ્રેજ્યુએટ છે તેમને ખેતી અંગે તાલીમ આપવી અને માસ્ટર ટ્રેનર બનાવવા
   • અત્યાર સુધી માં ૯ કાર્યકમો-તાલીમ યોજવામાં આવી જેમાં કુલ ૧૫૩૦ ડીલરો ABC સેંટરોના પ્રતિનીધીઓને તાલીમ આપવામાં આવી
  • આ માસ્ટર ટ્રેનર દ્વારા તેમના વિસ્તાર માં ૫૦- ૫૦ ખેડૂતોના સમુહને, ASC/ABCને સમયાંતરે તાલીમ આપશે
   • સદરહુ તાલીમ દ્વારા ખેડૂતો પોતાની જાતે સમતોલ ખાતર, પાણી અને દવાના વપરાશ કરશે
   • અત્યારસુધીમાં ૧૭ રેડીયો કાર્યક્રમો યોજ્વામાં આવ્યા જેના દ્વારા ખેડૂતોને માર્ગદર્શન

  ખેડૂત લક્ષી અભિગમ : રાસા. ખાતરની ઓફ સીઝનમાં સંગ્રહ કરવાની યોજના

  • ઑફ-સીઝનમાં ખાતરની એડવાન્સ ખરીદી કરી સંગ્રહ કરી શકાય
  • સંવેદનશીલ તાલુકાઓમાં ગોડાઉન ભાડે રાખી અથવા નવા બનાવી ખાતરનો સંગ્રહ કરી શકાય
  • સંગ્રહ કરેલ ખાતરમાંથી પીક-સીઝનમાં ખેડૂતોને સમયસર ખાતર પુરૂ પાડી શકાય
  • સિઝનમાં ખેડૂતોને સમયસર ખાતર આપી અસંતોષ દૂર કરી શકાય
  • પીક સીઝનમાં થતા ખાતરના કાળાબજાર અટકાવી શકાય
  • ઉપલબ્ધ ભંડોળ વર્ષમાં બે વખત (ખરીફ અને રવિ સીઝનમાં) ઉપયોગ કરી શકાય.
  • રાજયના તમામ ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે હેતુ થી રૂા. ૨૦૦ કરોડના રોકાણવાળી યોજના વર્ષ ૨૦૧૬-૧૭ થી અમલમાં.
  • રાસા.ખાતર ના સંગ્રહ માટે માર્ચ ૨૦૧૬ થી ૧.૦૦ લાખ મે.ટન વિવિધ રાસા.ખાતરની ખરીદી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, ગાંધીનગર દૃારા સંપન્ન્
  • ખરીફ.૨૦૧૬ ની મોસમ (સીઝન)માટે ૧.૨૬ લાખ મે.ટન યુરીયા ખાતર ની ઓફ સીઝનમાં ખરીદી કરવાનું લક્ષ્‍ય અને કામગીરી પ્રગતિમાં.
  • અછત વાળા જિલ્લ્લાઓમાં વ્‍યુહાત્‍મ સ્‍થળો એ નિગમના પોતાના ગોડાઉનમાં યુરીયા સંગ્રહ કરવાની કામગીરી શરુ.
  • ભારત સરકારશ્રીના "સ્‍વચ્‍છ ભારત અભિયાન”ને ફળીભૂત કરવાના આશય થી ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની સાથે સીટી કંમ્‍પોસ્‍ટ અને લીંબોળી ખોળ ના વિતરણ માટે વ્યાપારી કરાર
  • રાસા.ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ પાસે સંગ્રહ કરાવવો. ( જી.એસ.એફ.સી- એપ્રીલ- ૮૦૦૦)
  • એબીસી-એએસસી પાસે સંગ્રહ કરાવવો- ૧૦૦ થી ૫૦૦ મે.ટન
  • એબીસી- એએસસીની ત્રણ થી ચાર મહિનાની જરૂરીયાત પ૦ મે.ટન સુધી શરતોને આધિન ક્રેડીટ પિરીયડનો લાભ આપવો.
  • નિગમ દૃારા ગોડાઉન ભાડે મેળવી ને જથ્થાનો સંગ્રહ
મહત્વની લિંક્સ
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ
Go to Navigation