ઇ-રેડિયેશન પ્લાન્ટસ ઇ-રેડિયેશન પ્લાન્ટસ

ઇ-રેડિયેશન પ્લાન્ટસ

રેડિયેશન પ્રોસેસીંગના ફાયદા

 • માનવ આરોગ્‍ય અને પર્યાવરણ માટે જોખમી રાસાયણિક જંતુનાશકોની સરખામણીમાં વધુ અસરકારક વિકલ્‍પ.
 • ઠંડી પ્રક્રિયા હોવાથી તે કૃષિ પેદાશની તાજગીના લક્ષણોમાં ફેરફાર થતા નથી.
 • કૃષિ પેદાશની ગુણવત્તા, બંધારણ, પોષણ મૂલ્‍ય અને દેખાવ જાળવી રાખે છે.
 • તે ખાદ્ય પદાર્થમાં કોઇ ઝેરી અવશેષ છોડતું નથી.
 • રાસાયણિક જંતુનાશકોથી વિપરીત ઇરેડિએશન પ્રિ-પેકેજ્ડ ફુડ પર કરી શકાય છે અને તેથી પાછળથી ઇરેડિએશનથી ચેપ લાગવાનો ખતરો રહેતો નથી.
 • ઉચ્‍ચ પ્રમાણમાં પ્રવેશ ક્ષમતા અને અસરકારકતા હોવાથી મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થોને ઘણી અસરકારક રીતે જંતુમુકત કરી શકાય છે.
 • પર્યાવરણને અનુકુળ જંતુમુક્તિકરણ પ્રક્રિયા છે અને તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી.

eRadiation Plants

eRadiation Plants

વ્‍યાપારની ભાવિ તકો

ફ્રૂડની રેડિએશન પ્રક્રિયા નિકાસની સાથો સાથ સ્‍થાનિક બજારો માટે પણ ઉપયોગી છે. ખોરાકની ગુણવત્તા અને તેનું આયુષ્‍ય (સેલ્‍ફલાઇફ) વધારે છે. અનાજ, કઠોળ, ફળો, શાકભાજી, સીફૂડ અને મસાલા વગેરે વધુ માત્રામાં સંગ્રહ અને દૂર સુધી વિતરણ કરી શકાય છે. સામાન્‍ય સંજોગોમાં સંગ્રહ કરેલ ખોરાક અથવા વિતરણ વખતે થતા કરોડો રૂપિયાના નુકશાન થાય છે જે આ પ્રક્રિયા દ્વારા અટકાવી શકાય છે અને લાંબો સમય સુધી વધુ જથ્‍થામાં તૈયાર કરેલી પેક વસ્‍તુઓ રાખી શકાય છે.

નોન રેડિયેટેડ બટકા અને ડુંગળી

ઇરેડિયેટેડ બટાકા અને ડુંગળી

જી. એ. આઇ.સી. દ્વારા બાવળા ખાતે, અમદાવાદ જીલ્‍લામાં કૃષિ અને ખાદ્ય ઉત્‍પાદનોના રેડિએશન પ્રોસેસિંગ કરવા માટેની ૧૦૦૦ કેસીઆઇ (કિલોક્યુરી)ની ક્ષમતા ધરાવતી બહુહેતુક વૈવિધ્‍યપૂર્ણ સુવિધાની સ્‍થાપના કરી છે.

આ સુવિધા ડુંગળી, બટાકા, કેરી, ધાન્‍ય, કઠોળ વગેરે ઉત્‍પાદનોને નીચો ડોઝ, મસાલા, સુકવણી કરેલ ડુંગળી (ડિહાઇડ્રેટેડ), સુકવેલા શાકભાજી (ડિહાઇડ્રેટેડ), ઇસબગુલ, પાલતું પ્રાણીના આહાર, માંસ અને માંસની બનાવટો, પોલ્‍ટ્રી ઉતપાદનો, ઇંડા વગેરેના ઉત્‍પાદનોને મધ્‍યમ ડોઝ અને મસાલા અને ખાદ્ય બનાવટો વગેરે ઉત્‍પાદનોને જંતુમુક્તિ કરણ માટે ઉચ્‍ચ ડોઝ આપી શકે છે. અમેરીકા અને ઓસ્‍ટ્રેલિયા કેરીની નિકાસ માટે ઇરેડિએશન ફરજીયાત હોવાને કારણે ગુજરાતના કેરીના ઉત્‍પાદકોને આ સુવિધાથી નિકાસમાં સરળતા રહેશે અને નિકાસને વેગ મળશે.

 • આ સુવિધા નેશનલ હાઇવે નં. ૮ એ ઉપર છે. અહીંથી પીપાવાવ પોર્ટ ૨૬૫ કિ.મી., કંડલા પોર્ટ ૨૯૨ કિ.મી., મુંદ્રા પોર્ટ ૩૩૫ કિ.મી. અને મુંબઇ ૫૫૫ કિ.મી. અંતરે છે.
 • આ સુવિધા કુલ ૧.૭૦ એકર પૈકી અંદાજીત ૦.૬ એકરમાં નિર્માણ કરવામાં આવી છે.
 • આ સુવિધામાં આવતી સામગ્રીના સ્‍ટોરેજ માટે ૭૦૦ ચો.મી. અને નાશવંત ઉત્‍પાદનો માટે ર૦ ટનના કોલ્‍ડ સ્‍ટોરેજની ક્ષમતા છે.
 • આ સુવિધામાં રેડિએશન પ્રક્રિયા કરેલ સામાન્‍ય ઉત્‍પાદનો માટે ૭૦૦ ચો.મી. અને નાશવંત ઉત્‍પાદનો માટે ૫૦ ટન કોલ્‍ડ સ્‍ટોરેજની ક્ષમતા છે.
 • નીચો ડોઝ, મધ્‍યમ ડોઝ અને ઉચ્‍ચ ડોઝ આપવા માટે યોગ્‍ય છે.
 • સામગ્રીને મુકવા અને ઉપાડવા માટે ઓટોમેટિક રોલર બેડ કન્‍વેચરનો ઉપયોગ થાય છે. કન્‍વેચર એક કલાકમાં ૭૨ બોક્ષ સુધીનું કામ કરી શકે છે.
મહત્વની લિંક્સ
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ
Go to Navigation