અમારા વિશે

પરીચય

Introduction

ગુજરાત પહેલેથી જ ભારતના એક પ્રગતિશીલ રાજ્ય તરીકેની ઓળખ ધરાવે છે, ચાહે તે ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે કૃષિ ક્ષેત્ર. સક્રિય, દૂરદર્શી દ્રષ્ટિકોણ સાથેની રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોના વિકાસમાં ઉત્પ્રેરક બનેલ છે અને આ રીતે સામૂહિક પ્રયાસોના પરિણામસ્વરૂપ ગુજરાત રાજ્ય પ્રગતિના પંથ પર અગ્રેસર રહ્યું છે. ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ, જે રાજ્યમાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓને જમીની સ્તર પર પ્રોત્સાહન આપે છે અને કૃષિ ઉદ્યોગના વિકાસને ઉત્તેજન આપે છે, તે રાજ્યની દૂરંદેશીસભર નીતિઓને ઉજાગર કરે છે. કંપની એક્ટ 1956 હેઠળ 1969માં સ્થાપવામાં આવેલ નિગમ ગુજરાત સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સહાયક અને મધ્યવર્તી સંસ્થા તરીકે કામ કરે છે.

આજના વૈશ્વિક કૃષિલક્ષી વાતાવરણમાં ખેતી અને તેની સંબંધિત પ્રવૃત્તિઓ માટે એક સર્વગ્રાહી અભિગમ અપનાવવો આવશ્યક છે. આ ઉપરાંત, કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગો વચ્ચે નાં જોડાણોને મજબૂત કરવાં જરૂરી છે. નિગમની કામગીરીની અહીં જ શરૂઆત થાય છે. ખેડૂતોને ખેતી માટે એક સમન્વિત અભિગમ અપનાવવા અને ઉપલબ્ધ વ્યવસ્થાઓમાંથી વધુ સારું વળતર મેળવવા તરફ કામ કરવા માટે પ્રોત્સાહિત કરીને વધતી જતી સ્પર્ધાત્મકતાના વાતાવરણમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે.

નિગમના મૂળભૂત હેતુઓ

  • માંગ આધારિત કૃષિ ઉત્પાદનને વેગ આપવો તથા નવા વૈશ્વિક કૃષિલક્ષી વાતાવરણમાં કૃષિ ઉદ્યોગોનો વિકાસ કરવો.
  • સાતત્યપૂર્ણ રીતે પાક ઉત્પાદકતા વધારવી અને કૃષિ માટેના એક સંકલિત અભિગમ દ્વારા ગુજરાતની સ્પર્ધાત્મકતાને વેગ આપવો.
  • મૂલ્ય વૃદ્ધિને ઉત્તેજન આપીને ખેડૂતોને મળતા વળતરના ધોરણમાં વધારો કરવો.
  • કૃષિ ઉત્પાદનોમાં થતા બગાડને ઘટાડવો અને ખેડૂતોની એકંદર આવકમાં વધારો કરવો.
  • કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગો વચ્ચે જોડતી કડી બનીને વૈશ્વિક બજારમાં ગુજરાતનું એક નોંધપાત્ર સ્થાન પ્રસ્થાપિત કરવું.

આ હેતુઓ હાંસલ કરવા માટે, નિગમની એક દૂરદરાજના સ્થાનો સુધી પહોંચતુ રાજ્યવ્યાપી નેટવર્ક છે, જે ખેડૂતોને વ્યાજબી દરે કૃષિ સહાય, સાધનો તથા સેવાઓના સમયસર મળવાપાત્ર પૂરવઠાને સુવ્યવસ્થિત રાખે છે.

પરંતુ આટલું જ નહીં. નિગમની દૂરદર્શિતા ઘણી વધારે આગળ છે. નિગમનું મૂળભૂત કાર્ય ખેડૂતોના સશક્તિકરણનું છે. વિવિધ પાક વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવા માટેના માર્ગો અને માધ્યમો ઊભા કરવાના આ હેતુને સિદ્ધ કરવા માટે નિગમ વિવિધ હિતધારકોને એકસાથે લાવવા માટેના પ્રયાસો હાથ ધરે છે. તેનું લક્ષ્ય કૃષિ પેદાશોમાં થતો બગાડ અટકાવવાનું, મૂળભૂત ઉત્પાદનમાં મૂલ્યવૃદ્ધિ કરવાનું, નિકાસની તકો ઊભી કરવાનું અને કરાર આધારિત ખેતી તરફ જવાનું પણ છે. આ ઉપરાંત, ઊર્જા સંરક્ષણ અને ઓછી કિંમતની બાયોગેસ ઊર્જાને પ્રોત્સાહન આપવું પણ નિગમની કાર્યસૂચિમાં અગ્રતા ધરાવે છે. નિગમનો મૂળભૂત ઉદ્દેશ તો ગ્રામીણ વિસ્તારોમાં લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનો છે.

નિગમનો ઇતિહાસ

નિગમએ પોતાની કામગીરીની શરૂઆત તેની સ્થાપના બાદ વર્ષ 1969-70 માં રૂ. 30 લાખનું ટર્નઓવર પ્રાપ્ત કરેલ, જે બાદમાં રૂ. 20,000 લાખનો આંક વટાવીને અંતે રૂ. 21,000 લાખના આંકને પાર કરી ગયેલ. તે સમયે નિગમ દ્વારા દ્વિપાંખિય વ્યૂહરચના અપનાવવામાં આવેલ : પ્રથમ તો અત્યંત જરૂરી ફાર્મ મશીનરી, સાધનો અને કૃષિ સહાય પૂરી પાડવી. બીજું, કૃષિ પ્રક્રિયા અને સંગ્રહ માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી - જેથી તે સમયની ઉત્પાદન અને માંગ વચ્ચેની ખાઈ પૂરી શકાય. એકંદરે તેમાં ફળો તથા શાકભાજી માટેની પ્રક્રિયા માટેનાં એકમો, કોલ્ડ સ્ટોરેજો, તેલ કાઢીને તેને શુદ્ધ કરવા માટેનાં એકમો, જંતુનાશકો તૈયાર કરવા માટેનાં એકમો વિગેરેનો સમાવેશ થાય છે. નિગમે સંયુક્ત ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજી ધરાવતા એકમોની સ્થાપનાને પણ ટેકો આપેલ હતો.

નિગમ - વિકાસમાં સહાયક

ગુજરાત પહેલેથી જ ભારતના એક પ્રગતિશીલ રાજ્ય તરીકેની ઓળખ ધરાવે છે, ચાહે તે ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે કૃષિ ક્ષેત્ર. સક્રિય, દૂરદર્શી દ્રષ્ટિકોણ સાથેની રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોના વિકાસમાં ઉત્પ્રેરક બનેલ છે અને આ રીતે સામૂહિક પ્રયાસોના પરિણામસ્વરૂપ ગુજરાત રાજ્ય પ્રગતિના પંથ પર અગ્રેસર રહ્યું છે.

ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ નું મૂળભૂત કાર્ય રાજ્યમાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓને જમીની સ્તર પર પ્રોત્સાહન આપીને તથા કૃષિ ઉદ્યોગના વિકાસને ઉત્તેજન આપીને ખેડૂતોના સશક્તિકરણનું છે. કંપની એક્ટ 1956 હેઠળ 1969માં સ્થાપવામાં આવેલ નિગમ ગુજરાત સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સહાયક અને મધ્યવર્તી સંસ્થા તરીકે કામ કરે છે.

આજના વૈશ્વિક કૃષિલક્ષી વાતાવરણમાં ખેતી અને તેની સંબંધિત પ્રવૃત્તિઓ માટે એક સર્વગ્રાહી અભિગમ અપનાવવો આવશ્યક છે. આ ઉપરાંત, કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગો વચ્ચે આગળ-પાછળનાં જોડાણોને મજબૂત કરવાં પણ એક પૂર્વશરત બની ગયેલ છે. નિગમની કામગીરીની અહીં જ શરૂઆત થાય છે.

ખેડૂતોને ખેતી માટે એક સમન્વિત અભિગમ અપનાવવા અને ઉપલબ્ધ વ્યવસ્થાઓમાંથી વધુ સારું વળતર મેળવવા તરફ કામ કરવા માટે પ્રોત્સાહિત કરીને વધતી જતી સ્પર્ધાત્મકતાના વાતાવરણમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે.

નિગમ - સહાયક તથા ઉત્પ્રેરક

ગુજરાત સરકાર વતી તેના આદેશ મુજબ રાજ્યના કૃષિ ઉદ્યોગના વિકાસમાં સહાયક તરીકે હાલમાં કાર્યરત આ નિગમ ખેડૂતોના લાભ માટે જરૂરી પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

નિગમ મહત્વની તકો શોધીને, અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવીને તથા કૃષિ સંબંધિત માળખાકીય યોજનાઓ ઊભી કરીને ગુજરાતમાં કૃષિ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા એક ઉત્પ્રેરક તરીકે પણ કામ કરે છે. નિગમ સેવાઓનું એક બેજોડ સર્વાંગી પેકેજ પૂરું પાડે છે જેણે દેશના મુખ્ય કૃષિ ઉદ્યોગ વિકાસ નિગમોમાં મોખરાનું સ્થાન અપાવેલ છે. ખેડૂતોને માહિતી પૂરી પાડવા દ્વારા તથા તેમની પેદાશોના નફાકારક બજારો માટે સંસાધકો/નિકાસકારો શોધવામાં સહાય કરવી હંમેશાં નિગમનો ઉદ્દેશ રહેલ છે.

નિગમ ખેડૂત સમુદાયના બેરોજગાર ટેકનિશિયનો/કૃષિ સ્નાતકોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવે છે.

નિગમ પોતાની યોજનાઓ હેઠળ ખેડૂતોને સબસિડી ચૂકવવા માટે કૃષિ નિયામકની એક મધ્યવર્તી એજન્સી તરીકે કામ કરે છે. કૃષિ નિયામકની સબસિડી યોજનાઓ અંગેની વિગતો માટે લોગ-ઓન કરો :http://www.agri.gujarat.gov.inhttp://www.agri.gujarat.gov.in/: આ એક બાહ્ય વેબસાઇટ છે જે એક નવી વિન્ડોમાં ખૂલશે નિગમ તેના ક્ષેત્રિય અધિકારીઓ, એસઈબીજીએસ (સેલ્ફ એમ્પલૉઇડ બાયો-ગેસ સુપરવાઇઝર) તથા બિનસરકારી સંસ્થાઓ દ્વારા બાયો-ગેસ કાર્યક્રમ પણ અમલમાં મૂકે છે. તેના કુલ કાર્યક્ષેત્રમાં લાભાર્થીઓની પસંદગી, દેખરેખ, પ્લાન્ટની સ્થાપના અને તેને કાર્યરત કરવો અને 3 વર્ષ સુધી વેચાણ બાદની સેવાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

નિગમ ગુજરાત રાજ્યમાં કૃષિ ઉદ્યોગના વિકાસ તથા કૃષિ આધારિત ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડવા જાહેર કરવામાં આવેલ કૃષિ ઉદ્યોગ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકારની એક મધ્યવર્તી એજન્સી તરીકે પણ કામ કરે છે. આ નીતિ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને કૃષિ વ્યવસાય માટેના એક લક્ષ્યસ્થાન તરીકે પ્રસ્થાપિત કરવા માટે લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ પહેલને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે. વધુ માહિતી માટેસરકારી ઠરાવો PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(359 KB) અનેકૃષિ ઉદ્યોગ નીતિ પર ક્લિક કરો

વેન્ચર કેપિટલ (સાહસ મૂડી) સહાય - સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ (એસએફએસી) ની સાહસ મૂડી સહાય યોજના હેઠળ જે પ્રોજેક્ટને બેંકની ધીરાણ માટેની ભલામણના આધારે પાત્રતા ધરાવતા કૃષિ વ્યવસાય માટેના પ્રોજેક્ટને ઇક્વિટી રૂપે નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે. આ નાણાકીય સહાય સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ (એસએફએસી) દ્વારા ઇક્વિટીના રૂપમાં રહેશે જેની ટર્મ લોનની પરત ચૂકવણી બાદ વ્યાજ (ટર્મ લોન જેટલા) સહિત હપ્તાઓમાં ચુકવણી કરવાની રહેશે. આ સહાય નીચેનામાંથી જે સૌથી ઓછું હશે તેટલી રહેશે :

  • પ્રોજેક્ટ કૃષિ કે તેની સંલગ્ન ક્ષેત્રને લગતો હોવો જોઈએ, જેમ કે બાગાયત, ફૂલની ખેતી, ઔષધિય તથા સુગંધિત છોડ, રેશમના કીડાનો ઉછેર, વર્મિકમ્પોસ્ટ, વાડ ઉછેર, મત્સ્યોદ્યોગ, વિ.
  • પ્રોજેક્ટ ખેડૂતો/ઉત્પાદકોના જુથને વેચાણની ખાતરી આપતો હોવો જોઈએ.
  • પ્રોજેક્ટ ખેડૂતોને ખેતીની આવક વધારવા માટે ઉચ્ચ મુલ્ય ધરાવતા પાકો તરફ વળવા માટે પ્રોત્સાહિત કરતો હોવો જોઈએ.
  • પ્રોજેક્ટ બેંક તરફથી ટર્મ લોન મંજૂરી માટે સ્વીકૃત થયેલ હોવો જોઈએ.

સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ (એસએફએસી)

(કૃષિ તથા સહકાર વિભાગ, કૃષિ મંત્રાલય, ભારત સરકાર હસ્તકની સોસાયટી)

ભારત સરકારના અપેડા (એગ્રીકલ્‍ચર એન્‍ડ પ્રોસેસ્‍ડ ફુડ પ્રોડકટસ એક્સપોર્ટ ઓથોરીટી ) કૃષિ-પ્રોસેસ્ડ ફૂડની નિકાસને વેગ આપવા માટે અનેક પ્રકારની સહાય પૂરી પાડે છે. ગુજરાતના નિકાસકારોને અપેડાની યોજનાઓથી વ્યાપક શ્રેણીનો લાભ લેવા માટેની સુવિધા માટે નિગમ, અમદાવાદ ખાતે પ્રત્યક્ષ કચેરી શરૂ કરવામાં આવેલ છે. નિકાસકારોને અપેડામાં નોંધણી કરવા માટેની અરજી માટેની પ્રક્રિયા જાણવા તથા તેમની અરજીની સ્થિતિ જાણવા માટે અમારો સંપર્ક સાધી શકે છે. વધુ માહિતી માટે એપીઈડીએ યોજનાઓ ક્લિક કરો.

બિન-પરંપરાગત ઊર્જા સ્ત્રોતો મંત્રાલય, ભારત સરકાર

છઠ્ઠી પંચવર્ષિય યોજના દરમ્યાન, ઊર્જાની વિકટ પરિસ્થિતિ અને ઓછા થતા જતા વન વિસ્તારને ધ્યાનમાં રાખીને જૈવિક ગેસના વિકાસ માટેનો એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટનું અમલીકરણ નિગમને સોંપવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સરકાર પણ લાભાર્થીઓને સબસિડી પૂરી પાડે છે. નિગમનું આ યોજનાના અમલીકરણની કામગીરી અસાધારણ રહી છે.

http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ
Go to Navigation